કૂદરતનો કહેર, કોઠાસૂઝની મહેર
જાપાનના દૂરના પ્રદેશમાં એક પર્વત પર એક વૃદ્ધ પુરુષ રહેતો હતો. તેના નાનકડાં ઘરની આસપાસનો પર્વત સપાટ હતો અને મેદાન સમૃદ્ધ હતું અને ત્યાં પર્વતની તળેટીમાં રહેતા બધા લોકોનાં ચોખાનાં ખેતરો હતાં. દરરોજ સવારે અને સાંજે તે વૃદ્ધ અને તેમની સાથે રહેતો તેમનો પૌત્ર નીચે ગામમાં કામ કરતા લોકોને અને જમીનની ચારે બાજુ ફેલાયેલા નીલરંગી દરિયાને નિહાળતા. સમુદ્ર એટલો નજીક હતો કે નીચે માત્ર ઘરો માટે જમીન હતી. ખેતરો માટે ન હતી. એ નાનકડા છોકરાને ડાંગરનાં ખેતરો ખૂબ જ પ્રિય હતાં, કારણ કે તે જાણતો હતો કે તેમના બધા માટેનો ખોરાક તેમાંથી જ આવતો હતો અને તે ઘણી વાર તેમનું ધ્યાન રાખવામાં તેના દાદાને મદદ કરતો.
View details